Directorate of Insurance

Government of Gujarat

Switch Theme purple orange blue grey
  • transparent
    slider1
    Welcome to Department of
    Directorate of Insurance
    Our path of working is guided by integrity, creativity and
    thoughtfullness. We focoused on the requirements of our clients and
    our solutions is also focused on their needs.
  • transparent
    slider1
    Welcome to Department of
    Directorate of Insurance
    To help our clients understand and protect them from the risks.
    To create highstandard insurance awarness
    through effective and defendable insurances risks.
  • transparent
    slider1
    Welcome to Department of
    Directorate of Insurance
    Our path of working is guided by integrity, creativity and
    thoughtfullness. We focoused on the requirements of our clients and
    our solutions is also focused on their needs.

FAQ's

  • ગુજરાત જૂથ અકસ્માત વીમા યોજનામાં કોને અક્સ્માત વળતર મળવાપાત્ર છે ?
    • ખાતેદાર ખેડૂત
    • અસંગઠીત ક્ષેત્રોના મજૂરો
    • પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક/ITI અને કોલેજમાં અભ્યાસ કર્તા વિદ્યાર્થીઓ
    • અમરનાથ તથા કૈલાસ માનસરોવર યાત્રાએ જતા તીર્થ યાત્રીઓ
    • નિસહાય વિધવાઓ
    • સ્પોર્ટસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ
    • સાહસીક પ્રવૃત્તમાં ભાગ લેતા યુવક/યુવતીઓ
    • પોલીસ કર્મીઓ
    • સફાઈ કામદાર.
  • જૂથ અકસ્માત વીમા યોજના ક્યારથી અમલમાં આવેલ છે ?
    આ જૂથ અક્સ્માત વીમા યોજના ૧૯૯૬ થી અમલમાં આવેલ છે તા૧-૪-૨૦૦૮ અગાઉ જે-તે વિભાગે નક્કી કરેલ હોય તે વીમા કંપની પાસેથી દાવા વળતરની અરજી કરવાની રહેશે. અલબત્ત તા.૧-૪-૨૦૦૮ પછીની મૃત્યુ તારીખ માટે વીમા નિયામકને અરજી કરવાની રહેશે.
  • આ યોજનામાં ઉંમરની મર્યાદા છે ?
    હા. દરેક અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા છે જે ૧/૪/૨૦૧૩નાં ઠરાવ જોડે બિડાણ કરેલ પરિશિષ્ટમાં દર્શાવેલ છે.
  • આ યોજના હેઠળ દાવા અરજી પત્રક ક્યાંથી મેળવી શકાય ?
    દાવા અરજીપત્રક નાણાં વિભાગની વેબસાઇટ ઉપર વીમા નિયામકશ્રીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. અથવા નોડલ ઓફીસર પાસે થી દાવા અરજી પત્રક મળી શકે છે.
  • અક્સ્માત વળતર દાવા અરજી કોને કરવાની છે ?
    દાવા અરજી જરૂરી પુરાવા/દસ્તાવેજ સાથે જે-તે વર્ગના નોડલ ઓફીસરને કરવાની છે. આ નોડલ ઓફીસરની વિગત પણ વેબસાઇટ ઉઅપર ઉપલબ્ધ છે.
  • અકસ્માત દાવા અરજી રજુ કરવાની સમય મર્યાદા છે ?
    હા. આ દાવા અરજી ૯૦ દિવસમાં નોડલ અધિકારીને કરવાની છે અને નોડલ અધિકારી જરૂરી ચકાસણી કરીને ૩૦ દિવસમાં વીમા નિયામકની કચેરીને મોકલવાની રહેશે.
  • અકસ્માત દાવા અરજી સાથે કયા દસ્તાવેજો /પુરાવાઓ રજુ કરવાના છે ?
      અકસ્માત દાવા વળતર અરજી સાથે નાચે મુજબનાં દસ્તાવેજો/પુરાવાઓ દાવા રજુ કરવાના છે. ખેડુત ખાતેદારના કિસ્સામાં
    • ૭/૧૨ નો ઉતારો ,ખેડૂત પોથી, ખેતમજૂરનું કાર્ડ
    • શાળા કોલેજનું પ્રમાણપત્ર
    • FIR
    • પોસ્ટમોર્ટમ રિપોર્ટ
    • અપંગતાના કિસ્સામાં અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર
    • મૃત્યુનું પ્રમાણપત્ર વગેરે.
  • કુદરતી મૃત્યુ કે બીમારીનું મૃત્યુ કે બાકીના કિસ્સામાં મળવાપાત્ર છે ?
    ના. આ કિસ્સામાં મળવાપાત્ર નથી.
  • અકસ્માત મૃત્યુના કિસ્સામાં પોસ્ટ્મોર્ટમ રિપોર્ટ ના મળી શકે અથવા શક્ય ન હોય તો દાવા અરજી થઇ શકે?
    ના. પોસ્ટમોર્ટમ ના કરાવેલ હોય તો દાવા વળતર ચૂકવવાપાત્ર નથી. પરંતુ પોસ્ટમોર્ટમ શક્ય ન હોય ત્યારે બદલામાં જીલ્લા કલેક્ટરશ્રીનું અકસ્માત મૃત્યુ થયાનું પ્રમાણપત્ર મેળવીને દાવો રજુ કરી શકાય છે.
  • અકસ્માતના કિસ્સ્સામાં PM/FIR/ઇન્કવેસ્ટ પંચનામા/ પોલીસ પંચનામું ફરજીયાત છે ?
    હા. અકસ્માત મૃત્યુના કિસ્સામાં આ તમામ દસ્તાવેજો ફરજીયાત છે.
  • ઝાડા,ઉલટી,ડેન્ગ્યુ અને આવી અન્ય બિમારીથી થતા મૃત્યુથી દાવા વળતર મળી શકે ?
    ના. આવી કોઇ જ બિમારીથી થતા મૃત્યુના કિસ્સામાં વળતર ના મળી શકે. માત્ર અકસ્માતથી જ થતા મૃત્યુથી જ દાવા વળતર મળી શકે. આ ઉપરાંત બીમારી, હાર્ટએટેક કે અન્ય કારણોસર ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થાય તો પણ તે માટે વળતર મળવાપાત્ર નથી.
  • અકસ્માત દાવાના જરૂરી તમામ પુરાવાઓ/દસ્તાવેજો રજુ કર્યા બાદ કેટલા સમયમાં વળતર મળે?
    જો તમામ પુરાવાઓ/દસ્તાવેજો યોગ્ય અને સંપુર્ણ હોય તો વધુમાં વધુ ૬૦ દિવસમાં વળતર ચૂકવવામાં આવે છે.
  • અકસ્માતની તારીખ તથા મૃત્યુની તારીખ વચ્ચે સમયગાળો હોય તો વીમા પોલીસીને અસર પડે?
    આવા કિસ્સામાં અકસ્માતની તારીખ અગત્યની રહેશે.
  • વિદ્યાર્થીઓના કિસ્સામાં શાળા છોડ્યા પ્રમાણપત્ર આપી દીધા પછી અકસ્માતથી મૃત્યુ થાય તો અકસ્માત વળતર મળી શકે.?
    ના આ કિસ્સામાં દાવા વળતર મળવાપાત્ર નથી.
  • કાયમી અપંગતાના કિસ્સામાં ૧૦૦% વળતર ક્યારે મળે તેમજ ૫૦% વળતર ક્યારે મળે ?
    • અક્સ્માતથી કોઇ બે અંગ અથવા બે આંખો અથવા એક અંગ અને એક આંખ ગુમાવ્યાના કિસ્સામાં ૧૦૦% વળતર મળે છે.
    • કોઇપણ એક અંગ અથવા એક આંખ ને સંપુર્ણ નુક્શાન થવાથી ૫૦% વળતર મળે.
    • અકસ્માતથી ઉપર જણાવ્યા સિવાયની ઇજાઓથી સંપુર્ણ અપંગતા આવી જાય ત્યારે ૧૦૦% વળતર મલે.
  • દાવાની કાર્યવાહી અંગે પત્રવ્યવહાર અંગ્રેજીમાં કરવો જરૂરી છે.
    ના. પત્રવ્યવહાર ગુજરાતી પણ કરી શકાય છે. અંગ્રેજીમાં પણ પત્રવ્યવહાર કરી શકાય છે. અરજદાર વીમા કંપની પાસે ગુજરાતીમાં પત્રવ્યવહાર કરવાનો આગ્રહ રાખી શકાશે.
  • દાવા અરજી કોણ કરી શકે ?
      મૃતકના કાયદેસરના વારસદાર અગ્રતાક્રમ અનુસાર......
    • પતિ અથવા પત્ની
    • પુત્ર/પુત્રી
    • મા-બાપ
    • પૌત્રો/પૌત્રીઓ
    • આધારીત અપરણીત અથવા વિધવા/ ત્યક્તા બહેનો.
  • વારસદાર કે અન્ય કુટૂંબીજનો અકસ્માતમાં મૃત્યુ પામે તો દાવા વળતર મળવાપાત્ર છે ?
    ના આવા કિસ્સામાં દાવો મળવાપાત્ર નથી સિવાય કે ખાતેદાર ખેડુતના પ્રથમ પુત્ર કે પુત્રીના કિસ્સામાં
  • વીમા કંપની દ્વારા દાવાઓ ના-મંજૂર કરવામાં આવે અગર સ્વીકરવામાં ન આવે તેવા કિસ્સામાં અપીલ થઇ શકે ?
    હા. આ બાબતે અપીલ રિવ્યુ કમિટિને કરી શકાય છે. આ રિવ્યુ કમિટિ માં વીમા કંપનીના પ્રતિનિધિ, સરકારશ્રીના વહિવટી વિભાગના અધિકારી તથા વીમા નિયામકશ્રી રહેશે.
  • તા.૦૧/૦૪/૦૮ પહેલાંના દાવા બાબતે દાવા અરજી ક્યાં રજુ કરવાની છે ?
    સરકારશ્રીના વિભાગે જે વ્યવસ્થા કરી હોય તે મુજબ જે-તે વીમા કંપની પાસે અરજી કરવાની છે.
  • મૃતકના સીધા વારસદાર ના હોય તેવા સંજોગોમાં દાવા વળતર મેળવવા શું કાર્યવાહી કરવી પડે?
    આવા કિસ્સામાં વારસાઇ પ્રમાણપત્ર મેળવનાર વારસદારે અરજી કરવાની છે. (કોર્ટમાંથી વારસાઇ અંગેનો પ્રોબેટ મેળવીને)
  • નાણાં વિભાગના ૨૫/૦૬/૨૦૦૭ના ઠરાવમાં કોઈ સુધારો બહાર પાડવામાં આવેલ છે?
    હા, નાણાં વિભાગ દ્વારા તા ૮-૪-૨૦૧૩નો નવો ઠરાવ બહાર પાડવામાં આવેલ છે. આ ઠરાવમાં નિયત કરવામાં આવેલ નવા પરિશિષ્ટ અને નવા નિયત નમુનામાં ઈન્ડેમ્નીટી બોન્ડ આપવાનું રહેશે.
  • આ યોજનામાં કોઈ અરજદાર ગ્રાહક સુરક્ષા ફોરમ કે અન્ય કોર્ટમાં દાવો રજુ કરી શકે?
    મૃતક કે લાભાર્થી દ્વારા કોઈ જ પ્રિમિયમ ભરવામાં આવતુ નથી. આથી તા૧-૪-૨૦૧૩નાં ઠરાવની જોગવાઈ અનુસાર રિવ્યુ કમિટીમાં રજુઆત કર્યા વગર અદાલત, ફોરમમાં રજુઆત થઈ શકશે નહી અને સંબંધિત વીમા પ્રસ્તાવકર્તા વિભાગની સંમતિ મેળવ્યા બાદ જ કાનુની કાર્યવાહી કરી શકાશે.